*ગુજરાત રાજ્યના પશુ ચિકિત્સકો માટે આંતરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ ઈ.એમ.આર.આઇ. અમદાવાદ ખાતે યોજાયો*
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
આજ રોજ અમદાવાદ ખાતે ઈ . એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ જી.વી.કે એન્ટરપ્રાઇઝ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન, યું.એસ.એ નાં સંયુકત ઉપક્રમે રાજ્યના પશુ ચિકિત્સકો માટે પશુઓમાં ફ્રેકચર અને વુંડ મેનેજમેન્ટ વિષય સાથે બે દિવસીય હેન્ડ્સ ઓન ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન થી પધારેલ નિષ્ણાંત વેટરીનરી સર્જન ડૉ . રાયન બ્રુઅર, ડૉ .જેન રેની, ડૉ. ટોમ આલ્બર્ટ દ્વારા વિષયને અનુલક્ષીને કુલ ૪૨ વિવિધ વિભાગ તથા તમામ જિલ્લામાંથી પધારેલ પશુ ચિકિત્સકોને તાલીમ આપવામાં આવી. 
આ બે દિવસીય વર્કશોપ માં વિશેષ અતિથિ તરીકે અધિક નિયામક શ્રી ડૉ . કિરણ વસાવા પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, કુલપતિ શ્રી ડૉ. નરેશ કેલાવાલા, કામધેનુ યુનિવર્સટી, ગુજરાત રાજ્ય, ડૉ. પી.વી. પરીખ, પ્રોફેસર અને હેડ સર્જરી વિભાગ, વેટરનરી કોલેજ, આણંદ તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી જશવંત પ્રજાપતિ,ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસિસ, જી.વી.કે એન્ટરપ્રાઇઝ ગુજરાત રાજ્ય તથા મેજર ડૉ. અચીન અરોરા, નેશનલ હેડ VMLC EMRI GHS Gvk Enterprise ઉપસ્થિત રહ્યા હતા.
આ બે દિવસીય વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા વિષયને અનુલક્ષીને નવીન એડવાન્સ ટેકનોલોજી અને પ્રોટોકોલ સાથે સર્જરીની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ જી.એચ.એસ – જી.વી.કે એન્ટરપ્રાઇઝ દ્વારા રાજ્યમાં કાર્યરત ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને મોબાઈલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ ૮૮ લાખ કરતા વધુ પશુ – પક્ષીઓને ૧૯૬૨ ટોલ ફ્રી નંબર હેઠળ સમયસર અને સ્થળ પર ની:શુલ્ક સારવાર આપવામાં આવી છે.
ડૉ. ફાલ્ગુની ઠાકર, પશુપાલન નિયામક શ્રી, ગુજરાત રાજ્ય દ્વારા આ બે દિવસીય વર્કશોપનાં સફળ આયોજન બદલ તમામ તાલીમાર્થીઓ અને આયોજકને શુભેચ્છાઓ પાઠવી હતી.






Total Users : 154564
Views Today : 