વડાલી ખાતે વિશ્વકર્મા મંદિરમાં ભવ્ય પાટોત્સવ ઉજવણી થઈ.
વડાલીમાં આવેલ વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી ની ઉજવણી દબદબાભેર કરવામાં આવી
વડાલી ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે મહાસુદ તેરસના રોજ ભવ્ય રીતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કાર્યક્રમની પૂર્વસંધ્યાએ ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો.
તેરસના દિવસે સોમવારે સવારે મહાપૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરંપરાગત રીતે ભગવાનની શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન સમયે દાતાઓ, પ્રતિભાવંત વિધાર્થીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સત્તાવીસ સુથાર સમાજ અને અન્ય કારીગરવર્ગના ભાઈ બહેનો જોડાયા હતા.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા