અમદાવાદમાં રમાયેલી મેચમાં સર્જાયો અનોખો ઇતિહાસ, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકોએ લીધા અંગદાનના શપથ.
(સંજય ગાંધી તા.૧૨ અમદાવાદ)
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ હતી અને જ્યાં અંગદાન અભિયાન અંતર્ગત લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા ત્યારે આ મહાઅભિયાનમાં અમદાવાદની કે.ડી હોસ્પિટલ દ્વારા સહયોગ આપવામા આવ્યો હતોબીસીસીઆઈ અને આઈસીસી દ્વારા શરૂ કરાયેલા અંગદાન જાગૃતિના અભિયાનને અમદાવાદની કે.ડી હોસ્પિટલ દ્વારા પૂર્ણ રીતે સહયોગ કરવામા આવ્યો હતો અને આ અભિયાન અંતર્ગત આજે ભારત-ઈંગ્લેન્ડની મેચમાં ઉપસ્થિત લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા.આ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકોએ અંગદાન કરવાના શપથ લીધા હતા.જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન અને હેલ્થકેરમાં અગ્રણી એવી કે.ડી હોસ્પિટલ દ્વારા પણ અંગદાનની જાગૃતિને લઈને પ્રયાસો કરવામા આવે છે ત્યારે બીસીસઆઈ અને આઈસીસીના આ મહા અભિયાન હોસ્પિટલે પુરો સપોર્ટ કર્યો હતો.જ્યારે આજે એક જ દિવસે 30 હજારથી વધુ લોકોએ અંગદાનના શપથ લેતા આ ઐતિહાસિક રેકોર્ડ પણ સર્જાયો હતો.



 
                                    





 Total Users : 143178
 Total Users : 143178 Views Today :
 Views Today : 