*ધાનેરા નગરપાલિકા ની રહેમ નજર હેઠળ શહેર માં થઈ રહ્યાં છે પાકા દબાણો*
ધાનેરા નગર પાલિકા હાલ માં વિકાસ ની મોટી મોટી વાતો કરી રહી છે અને નગરપાલિકા ના
અધિકારીઓ ને શહેર માં થઈ રહેલા દબાણો નથી દેખાતા શહેર

નાં ગંજ રોડ ઉપર બિયારણ ના વેપારીઓ દ્વારા પાકા દબાણો કરી
ટ્રાફિક વેવસ્થા માટે અડચણ ઊભી કરવામાં આવી રહી છે
ગંજ રોડ અને હાઇવે ના વિસ્તાર ઉપર મહેશ્વરી પાર્લર
આજુબાજુમાં દીવસે ને દીવસે રસ્તો સાંકડો થઈ રહ્યો છે વાહન
ચાલકો અને ખેડૂતો માટે માથા ના દુખાવા સમાન બની રહ્યું છે
જ્યારે દબાણ ધારકો રોજ બરોજ નવું નવું દબાણ ઊભું કરી
રહ્યાં છે દુકાન કરતાં પણ વધુ મોટા ઓટલા અને છાપરા અને
દુકાનનું સામાન બહાર નિકળવા માં આવ્યાં છે એમને પણ ધાનેરા
નગરપાલિકાની કોઈ બીક કે કોઈ ડર નથી લોકો વિશે એવી ચર્ચા
થઈ રહી છે કે ધાનેરા નગરપાલિકા શું હવે આ દબાણ
વિષય કોઈ કાર્યવાહી કરશે કે પછી એમ જ રહેવા દેશે.
રિપોર્ટર સરફરાજ મેમણ ધાનેરા







Total Users : 145600
Views Today : 