નવાબંદર મરીન પોલીસની ગેરકાયદસર ચાલતી 10 ફિશીંગ બોટો પર તવાઈ
આજ રોજ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના વી.કે.ઝાલા ઈન ચાર્જ પોલીસ ઇન્સપેકટર તથા નવાબંદર મરીન પો.સ્ટે.ના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઇ લખમણભાઈ ડોડીયા બોટ માસ્ટર ઇરફાનભાઈ હારૂનભાઈ સોઢા વિગેરે નાઓ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનની સરકારી બોટ નં. GJ-MP 12-15 વાળી બોટમા દરીયાઇ પેટ્રોલીંગમા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે માન.વડાપ્રધાનશ્રી ભારત સરકારનાઓ મુલાકાતે પધારનાર હોય તેઓની સુરક્ષાને ધ્યાને લઇ કડક દરીયાઇ પેટ્રોલીંગ કરવા સુચના થઇ આવેલ હોય અને ઉપરોકત નવાબંદર મરીન પો.સ્ટે.નો સ્ટાફ નવાબંદર મરીન પો.સ્ટે.ની સરકારી બોટમા નવાબંદર જેટી સૈયદ રાજપરા બંદર સુધી દરીયાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે કલાક .૧૨-00 વાગ્યે સીમર બંદર ની સામે આશરે 03 નોટીકલ માઇલ દુર એક લાઈનમાં એક સાથે દશક બોટ લાઇન ફીશીંગ કરતી હોય ત્યા પેટ્રોલીંગવાળી સરકારી બોટ તથા પોલીસ સ્ટાફને જોઇ જતા પોત પોતાની બોટોની ફિશીંગ ઝાળ ઉપાડવાનુ ચાલુ કરતા બોટ પેટ્રોલીંગના પોલીસ સ્ટાફએ તમામ બોટોને જે તે સ્થિતિમાં રાખવા જણાવતા તમામ લાઇન ફિશીંગ બોટો જે તે સ્થિતિમા રાખી તમામા બોટો ગેર કાયદેસર લાઇન ફિશિંગ કરતી હોય તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ન્યૂઝ ઓફ વડાલી
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના








Total Users : 153870
Views Today : 