>
Friday, May 16, 2025

શિયાળાની ઋતુ એ કહ્યું અલવિદા, માર્ચમાં આકરી ગરમી માટે રહેજો તૈયાર!

શિયાળાની ઋતુ એ કહ્યું અલવિદા, માર્ચમાં આકરી ગરમી માટે રહેજો તૈયાર!

 

(એક ભારત ન્યુઝ – સંજય ગાંધી)

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે.રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે શિયાળાની વિદાયના સંકેત આપ્યા છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં ગરમીનું પ્રમાણ વધશે.

 

મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગે શિયાળાની વિદાયના સંકેત આપ્યા છે. , હવામાન વિભાગના ડાયરેકટર એ.કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ વર્યો છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વર્તાઈ રહી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે. વેસ્ટ રાજસ્થાનમાં લૉ પ્રેશર સક્રિય થતા રાજ્યમાં ગરમી વધશે. લોકોએ માર્ચમાં આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, “રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને ગરમીનું પ્રમાણ વધશે.” અમદાવાદ શહેરમાં આજે 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

IMD ની આગાહી મુજબ, માર્ચનો બીજો સપ્તાહ તીવ્ર ગરમીની શરૂઆત માટે જવાબદાર રહેશે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનું મોજું ચાલુ રહેશે કારણ કે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચું રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગરમીના મોજાની અસરને કારણે તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે.બીજા અઠવાડિયાથી એટલે કે 7 માર્ચ પછી, મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ અલગ હોઈ શકે છે. ગુજરાતના રહેવાસીઓને આગામી દિવસોમાં ગરમીની તીવ્ર અસર માટે તૈયાર રહેવા વિનંતી કરવામાં આવી છે. 2025નો ઉનાળો તાજેતરના વર્ષોમાં સૌથી ગરમ સાબિત થવાની સંભાવના છે, જેના માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભયની ચેતવણીઓ સાથે ચેતવણીઓ પણ જારી કરવામાં આવી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores