વડાલી ના શેઠ સી જે હાઇસ્કુલ ના 1970 ની બેચના વડીલો નું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
વડાલી થી ધરોઇ નેશનલ હાઇવે NH 58 પર આવેલ ગ્લોરી ફાર્મ ખાતે ગામડી માં શેઠ સી. જે. હાઇસ્કૂલ, વડાલી ની 1970 ની બેચ ના સહપાઠી વડીલો નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
જેમાં અંદાજિત 30 જેટલા વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને શાલેય શિક્ષણ મેળવી ને છુટા પડ્યા પછી પાંચ દાયકા વિત્યા બાદ આજે બીજી વાર આ સ્નેહ મિલન માં સૌ એ ભાવુક બનીને ભૂતકાળ ને વાગોળ્યો હતો, તથા દર વર્ષે ઓછામાં ઓછું એકાદ વાર તો મળવું જ તથા નજીક ના સમય માં સામાજિક કાર્ય માં પણ યોગદાન આપવાનું આયોજન પણ વિચાર્યું હતું, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન જશવંતલાલ બ્રહ્મભટ્ટ અને અંબુભાઈ પટેલ એ કર્યું હતું, અંતમાં સૌ વડીલ-મિત્રો સાથે ભોજન લઈને સંસ્મરણો તાજા કરી ને સૌ મિત્રો છૂટા પડ્યા હતા અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 156153
Views Today : 