ઈડરના રાણી તળાવની પાળ બ્યુટીફિકેશન ના નામે કોન્ટ્રાક્ટરે તોડી નાખતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો
મહેસાણાની જનક કન્સ્ટ્રકશન ના કોન્ટ્રાક્ટરની કામ અપાયું હતું
ગંભીરપુરા ગામમાં પાણી પહોંચતા લોકોએ કલેકટર ને જાણ કરતા અડધી રાતે અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા
બ્યુટીફીકેશન ના નામે કોન્ટ્રાક્ટર દ્વારા સાબરકાંઠા ઇડર ના રાણીતળાવ નું પાણી તળાવ ની પાળ તોડી હજારો ઘન લીટર પાણી છોડવામાં આવ્યું ગંભીરપુરા જીવદયા ટીમ ને જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મહા મુસીબતે JCB લાવી પાણી નું વહેણ બંદ કરવામાં આવ્યું હતું.ઇડર નું સ્થાનિક તંત્ર કોઈ આવ્યું ન હતું. કલેકટર શ્રી ને જાણ કર્યા
પછી ઈડર ચીફ ઓફિસર અને મામલતદાર પછીથી આવ્યા હતા.પાણી નો બગાડ ન થાય તે માટે ગભીરપુરા જીવદયા ટીમે સરાહનીય કાર્ય કર્યું.કોન્ટ્રાક્ટરે કોના કહેવાથી કોની મંજૂરી થી પાળ તોડી તે હવે તપાસ નો વિષય છે








Total Users : 162375
Views Today : 