ઉના ખાતેથી બ્લેકટ્રેપ ખનિજના રજિસ્ટ્રેશન વગરના જથ્થાના વેચાણને પકડી પાડતું તંત્ર
સહજાનંદ સ્ટોન ક્રશર દ્વારા ઓનલાઇન એકાઉન્ટના જથ્થામાંથી બાદ આપતા ૩૧૬૩.૫૫ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત સંગ્રહ કરી નિકાસ કરેલ હોવાનું ધ્યાનમાં આવ્યું
કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરી તથા પી.જી.વી.સી.એલ.ની સંયુક્ત ટીમ દ્વારા સહજાનંદ સ્ટોન ક્રશર, તુલશીશ્યામ રોડ, ઊના, તા.ઊના ખાતેના પ્રોપરાઇટર શ્રી કેશવસિંહ પ્રતાપસિંહ મોરી નામવાળા વ્યક્તિનો સર્વે નં.૧૭૪ ના સરકારી વિસ્તારમાં સ્ટોક રજિસ્ટ્રેશન હોઇ જેનો તપાસ સમયે સ્થળ પર પડેલ બ્લેકટ્રેપ ખનિજના જથ્થાની માપણી કરવામાં આવી હતી.જે જથ્થામાંથી તેઓના ઓનલાઇન એકાઉન્ટના જથ્થામાંથી બાદ આપતા ૩૧૬૩.૫૫ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિનઅધિકૃત સંગ્રહ કરી નિકાસ કરેલ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેની રૂ.૧૪,૩૬,૨૫૨/-ની દંડની રકમ વસૂલવા બાબતેનિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ ગીર સોમનાથ
ધર્મેશ ચાવડા







Total Users : 153810
Views Today : 