જાફરાબાદના નાગેશ્રી ગામે આજ રોજ વિંદ્યાવાસીની માતાજીનો ૧૮ મો પાટ મહોત્સવ યોજાશે.
આજે રાત્રે ગુજરાતનાં પ્રસિધ્ધ કલાકારો ડાયરામાં જમાવટ કરશે રામાણી વરૂ પરીવાર યજમાન છે.
સંતો મહંતો આશીર્વચન આપવા પધારશે જેમાં અખિલ ભારતીય નિરમોહી અખાડાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુ તથા ગરાળ ભુતડા દાદા આશ્રમથી શ્રી અમરગીરી બાપુ અંબિકા આશ્રમ સાંગાણાથી શ્રી રમજુ બાપુ તથા હોડાવાળી ખોડીયાર માતાજી મોરગીથી શ્રી શેષ નારાયણબાપુ તથા વાવડીથી શ્રી બાબબાપુ સહિત સંતો મહંતો પધારશે અને રાજકીય તથા સામાજિક આગેવાનો સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે. સોમવારે રાત્રે ૦૯:૦૦ કલાકે ડાયરાનાં પ્રસિદ્ધ કલાકારો પરેશદાન ગઢવી તથા ઉદયભાઈ ધાધલ તથા ભરતભાઈ બોરીચા જમાવટ કરશે. કાર્યક્રમનું સ્થળ ભાવનગર સોમનાથ હાઇવે નાગેશ્રી મંગળુભાઈ નનકુંભાઈ વરુની વાડીએ. આ ભવ્ય લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા નાગેશ્રી વરુ પરિવારનું હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ