હિંમતનગર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠાના કિશોર કિશોરીઓ રમ્યા ઓનલાઈન હેલ્થ ક્વિઝ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્ટાર સિટી હિંમતનગર ખાતે કિશોર –કિશોરીઓ રમ્યા ઓનલાઈન હેલ્થ ક્વિઝ યોજાઈ હતી. સ્વસ્થ સાબરકાંઠાના નિર્ધાર સાથે આરોગ્ય શાખા સાબરકાંઠા દ્વારા કિશોર કિશોરાવસ્થાના સ્વાસ્થ્ય માટે નવતર અભિગમ રૂપ ઓનલાઇન હેલ્થ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી તાલુકા કક્ષા સુધી વિજયી બનેલ આઠ તાલુકાના 24 બાળકોએ એ આ ક્વિઝમાં ભાગ લીધો હતો.
તરુણ તરુણીનું સ્વાસ્થ્ય દરેક પરિવાર માટે ખૂબ અગત્યનું હોય છે. તેમના શારીરિક- માનસિક વિકાસ માટે જરૂરી આરોગ્ય શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસનો આરોગ્ય શાખાનો પ્રયાસ છે. આર.કે.અસ.કે કાઉન્સિલર દ્વારા સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામમાં 10 વર્ષથી 19 વર્ષના એડોલેશનને આવરી લઈ વિવિધ એક્ટિવિટી દ્વારા જ્ઞાન તથા સમજ પૂરી પાડવામાં આવે છે. જેમાં 10 થી 19 વર્ષના જ્ઞાનમાં વધારો થાય તથા આ પ્રોગ્રામમાં તેમની સહભાગીતા વધે તે માટે આર.કે.એસ.કે માં છ કમ્પોનન્ટને આવરી લઈ એડવેશન સાથે કામગીરી કરવામાં આવે છે. જેમાં ગ્રામ્ય લેવલે એડોલેશન હેલ્થ દિવસની ઉજવણી. આ પ્રોગ્રામ અંતર્ગત 10 થી 19 વર્ષના કિશોર- કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નો, તમાકુના વ્યસન, કિશોરીઓમાં માસિક દરમિયાન રાખવાની સ્વચ્છતા વિશે પણ સમજ આપવામાં આવે છે.
આ 24 બાળકોને આઠ-આઠના ગ્રુપમાં વહેંચી માર્વેલ ગ્રુપ, ડિઝની ગ્રુપ, યુનિવર્સ ગ્રુપ અને વન્ડર ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. આ રમતમાં બાળકો ઉત્સાહ સાથે જોડાયા હતા. આ ક્વિઝમાં વિજયી બનેલ ત્રણેય વિજેતાઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિશ્રી ડો. રાજ સુતરિયાના હસ્તે સાયકલ ઇનામમાં આપવામાં આવ્યા હતા.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891