હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ.
હિંમતનગર કાટવાડ (હાપા) રોડ પર આવેલા દેશીદારૂ ના અડ્ડા ખુલ્લેઆમ ધમધમતા જોવા મળી રહ્યા છે.

ગાંધી ના ગુજરાત માં દારૂબંધી હોવા છતાં પણ હિંમતનગર શહેરમાં ખુલ્લેઆમ દેશીદારૂ ની જીવતી હાટડીઓ ખુલ્લેઆમ ધમધમતી જોવા મળી રહી છે જેમાં મળતી માહિતી મુજબ બી ડિવિઝન વિસ્તારમાં આવેલા વિધાનગરી કેમ્પસ થી કાટવાડ (હાપા) રોડ પર ખુલ્લેઆમ દેશીદારૂ નો અડ્ડો કોઈપણ જાતની બિક વગર મગન સલાટ ઉર્ફે મગુ અને એનો ભાગીદાર તરીકે છાપ ધરાવતા રાકેશ પરમાર દેશી દારૂ નો અડ્ડો માણસો રાખી બિંદાસ દેશી દારૂ નો અડ્ડો ચલાવી રહ્યા છે આ બાબતે સ્થાનિકો એ અનેકવાર બી ડિવિઝન પોલીસ મથકે તથા એસ.પી ઓફીસે લેખીત માં જાણ કરી છે પરંતુ આજ દીન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.દેશી દારૂ એટલી હદે સ્ટ્રોંગ બનાવવામાં આવે છે કે પરિવાર વ્યક્તિ થોડાક સમય બાદ બિમારી નો સામનો કરવો પડે છે અને અનેક કીસ્સા માં એવું પણ જાણવા મળ્યું છે કે રોજ કમાઈ રોજ ખાનારા વ્યક્તિ ના પરિવાર ના મુખ્ય સભ્ય આ દેશી દારૂ ના રવાડે ચડી આખરે જીવ ગુમાવ્યો નો વારો પણ આવે છે જેથી પરિવાર ના સભ્યો ઘણા દુઃખી જોવા મળતા હોય છે.
સ્થાનિક લોકો ની માંગ છે કે આવા દેશી દારૂ ના અડ્ડા ચલાવતા માથાભારે મગન સલાટ અને રાકેશ પરમાર પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સમાજમાં થઈ રહેલા દેશી દારૂ ના દુષણ ને અટકાવી શકાય.તાજેતરમાં ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું છે કે દરેક જિલ્લા તાલુકા ના માથાભારે અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં લોકો નું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને આવા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે હવે જોવું એ રહ્યું કે આ મગન સલાટ અને રાકેશ પરમાર પર શું કાર્યવાહી કરવામાં આવશે.





Total Users : 147141
Views Today : 