ધારી બજરંગ ગ્રુપ દ્વારા આયોજીત ફ્રી થેરાપી કેમ્પ શ્રી જી.એન.દામાણી હાઈસ્કુલ દામાણી હાઈસ્કુલ ખાતે યોજાયો હતો….
આ કેમ્પની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી….
જેમાં ગોઠણ નો દુખાવો, કમરનો દુખાવો, સોજા ખાલી ચડવી, ડાયાબિટીસ વગેરેથી થતી તકલીફો રાહત મેળવી શકાય છે. અને તે પણ દવા વગર અને કોઈપણ આડઅસર વિના દુખાવો ઘટાડે છે. અને લોહીનું પરિભ્રમણ કરે છે….

વધુ માં ડોક્ટર દ્વારા જણાવેલ કે આ કેમ્પ સાત દિવસ સુધી ચાલશે અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે.
આ કેમ્પમાં ઉપસ્થિત નવનિયુક્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટ્ટણી, સિનિયર પત્રકાર જીગ્નેશગીરી ગોસાઈ,બક્ષીપંચ મોરચા ના ગમારા સાહેબ, મનીષભાઈ જોશી, એસ.એસ.પરમાર સાહેબ, દામાણી હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ બારડ સાહેબ, મહિલા કૉલેજ ના પ્રિન્સીપાલ રાજુભાઈ દવે, વિરાણી સાહેબ , તેમજ પત્રકાર સંજયભાઈ વાળા તેમજ પત્રકાર ડામોર વનરાજભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા….
રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી