સાવરકુંડલા પો.સ્ટે.ના ખુનના ગુન્હામાં અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળા ના જામીન રજા પરથી છેલ્લા એક વર્ષથી ફરાર કાચા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
આ કામના કેદીને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦૨૮/૨૦૨૦ IPC ક.૩૦૨,૩૦૭,૩૨૬(ક), ૩૨૫,૩૨૪,
૩૪,૧૨૦બી વિ. મુજબના ગુન્હામાં અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને નામ. ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે કેદીને વચગાળાની જામીન રજા પર મુક્ત કરવા હુકમ થતાં મજકુર કેદી તા.૧૧/૦૨/૨૦૨૪ ના રોજ જેલ મુક્ત થયેલ અને મજકુરને તા.૧૯/૦૨/૨૦૨૪ ના રોજ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ હાજર ન થઇ મજકુર કેદીતા.૧૯/૦૨/૨૦૨૪ ના રોજ ફરાર થયેલ જે કામે કેદી આજદિન સુધી ફરાર હતો.
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ ભાવનગરના ઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના
કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા સુચના આપેલ હોય જે અન્વયે સંજય ખરાત પોલીસ અધિક્ષક જિ.અમરેલીનાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અનુસંધાને એન.જી.સાપરા સા. પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓની સુચના અન્વયે ટીમ નવસારી ખાતે જઇ મજકુર કેદીને હસ્તગત કરી લઇ આવી અમરેલી જિલ્લા જેલ ખાતે સોંપી આપેલ છે.પકડાયેલ ફરાર કેદી ઇરફાન ઉર્ફે ઘડીયાળી યુનુસભાઇ વાઘેલા ઉ.વ.૪૪ રહે.મણીનગર, સાવરકુંડલાતા.સાવરકુંડલાજિ.અમરેલી પરલિફલ બન્ય આ કામગીરી શ્રી સંજય ખરાત પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે શ્રી
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, એ.એસ.આઇ. જે.જી.ઝાલા, હેડ કોન્સ.આર.એ.ઢાપા તથા પો.કોન્સ સતારશા શેખ એરીતેના જોડાયેલ હતા.
રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી