*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*થરાદ તાલુકા ભાજપ SC મોરચા દ્વારા વિધાનસભા ગૃહની મુલાકાત અને માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે વિશેષ મીટીંગ*
થરાદ તાલુકા ભાજપ SC મોરચાની ટીમે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી… અને ગૃહની કામગીરીની સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે મોરચાની ટીમ સાથે વિશેષ મીટીંગ યોજી હતી. ગૃહની કાર્યપ્રણાલી અને આગામી રાજકીય કાર્યક્રમો અંગે માર્ગદર્શન મેળવવાનો અમૂલ્ય અવસર મળ્યો. જિલ્લા પંચાયતના સદસ્ય અને પાર્ટીના સીનીયર કાર્યકર્તા હરચંદભાઈ પરમારના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની સુંદર વ્યવસ્થા માટે જિલ્લા ભાજપ SC મોરચાના ઉપપ્રમુખ નિલેશ પરમાર, મોરચાના પ્રમુખ હંસાભાઈ પરમાર, મહામંત્રી રૂડાભાઈ રાંગી અને અન્ય અગ્રણીઓએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ અવસરે રમેશ સોલંકી, જયેશ સોલંકી, રમેશભાઈ ચૌહાણ, અશોકભાઈ પંડ્યા, ધનજીભાઈ આશલ, શાંતિલાલ વરણ, દલાભાઈ ધુમડા,કિરણ સોલંકી .પોપટભાઈ ડાંગી, નારણ મણવર, વિનોદ કટારીયા, જેમલભાઈ વણકર, મફાભાઈ વાણિયા, પરેશ વાણિયા, મૂળાભાઈ મણવર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. મીટીંગ દરમિયાન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે મોરચાની ટીમ સાથે મીટીંગ યોજી હતી અને આગામી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને, વિધાનસભા ચૂંટણી સમયે સાહેબે થરાદ ખાતે આધુનિક ડો. બાબાસાહેબ આંબેડકર ભવન નિર્માણની જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, તે હવે વાસ્તવિકતા બની રહી છે. રાજ્યના બજેટમાં આ ભવન માટે રૂ. 1 કરોડની મંજુરી આપવામાં આવી છે, જે થરાદ તાલુકાની SC મોરચા માટે ગૌરવની વાત છે. આ મહત્વપૂર્ણ પગલાં માટે થરાદ તાલુકા ભાજપ SC મોરચાની ટીમે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માન્યો અને તેમનું સન્માન કર્યું હતું કાર્યક્રમનું સ્ટેજ સંચાલન આગવી શૈલીમાં નિલેશ પરમારે કર્યું હતું..