Friday, April 4, 2025

હિંમતનગર થી વડાલી સુધીની રેલવેનું ટેસ્ટિંગ થતાં લોકોમાં આનંદ છવાયો

હિંમતનગર થી વડાલી સુધીની રેલવેનું ટેસ્ટિંગ થતાં લોકોમાં આનંદ છવાયો

 

છેલ્લા કેટલાય સમયથી હિંમતનગર થી ખેડબ્રહ્મા સુધી રેલવેની કામગીરી બંધ હતી જેની કામગીરી માટે છેલ્લા દોઢ વર્ષથી મિરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કામગીરી ચાલુ કરેલ જેને આજરોજ વડાલી સુધી પૂર્ણ થતા હિંમતનગર ખાતે રેલવે વિભાગના ચીફ પ્રોજેક્ટ મેનેજર શ્રી એસઆર પ્રસાદ સાહેબ અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી પ્રશાંત સિંહ અને એક્શ ઈ એન શ્રી શૈલેષકુમાર સાહેબ શ્રી સાથે મીરલ ઇન્ફ્રાસ્ટ્રકચર ના અમિતકુમાર ધાનાણી ની ઉપસ્થિતિમાં આજરોજ વડાલી સુધીની રેલવેની કામગીરી પૂર્ણ થતા વડાલી સુધીની રેલ્વે લાઈનને લીલી જંડી આપી શુભ શરૂઆત કરી હતી જેથી હિંમતનગરના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઈડર વડાલી વિજયનગર ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની પ્રજામાં આનંદ વ્યાપેલ હતો આ તબક્કે ડી આર યુ સીસી મેમ્બર શ્રી મોહનભાઈ પી પટેલ ના જણાવ્યા અનુસાર જૂન માસ સુધી ખેડબ્રહ્મા સુધીનું રેલવે કામ પૂર્ણ કરી ખેડબ્રહ્મા પહોંચાડી દેવામાં આવશે જેથી આ વિસ્તારની પ્રજાને ઝડપથી અમદાવાદ મુંબઈ પુના દિલ્હી તેમજ દેશભરમાં જોવા માટે સસ્તી અને સરળ અને જોખમ વગરની યાત્રા કરવાનો લાભ મળશે

 

તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores