Thursday, April 3, 2025

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠા- અરવલ્લીના કલાકારોનું વિધાનસભામાં સન્માન કરાયું.

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠા- અરવલ્લીના કલાકારોનું વિધાનસભામાં સન્માન કરાયું.

ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાતના નામી કલાકારોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ગુજરાત સાંસ્કૃતિક સેલ ના અધ્યક્ષ જનકભાઈ ઠક્કર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના ખ્યાત નામ કલાકારો અરવીંદ નાદરીયા, પ્રવિણ રાવત, શંકરભાઇ, મોતીભાઈ બી.નાયક-સરડોઈ, પ્રકાશભાઈ વૈદ્ય-હિંમતનગર, નિરંજનભાઈ શર્મા, ભરતભાઈ વ્યાસ, રાજન વ્યાસ, કમલેશભાઈ નાયક, સાગરભાઈ નાયક, પિયુષભાઇ પટેલ, મહેન્દ્રભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ વૈદ્ય વગેરેની કલાવિષયક સિદ્ધિઓને બિરદાવી સૌને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું.

તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores