સાબરકાંઠાના 10 આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યુ ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ NQAS પ્રમાણપત્ર
સાબરકાંઠામાં કુલ ૨૭ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, એક સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, એક યુ.પી.એચ.સી., 58 આયુષ્માન આરોગ્ય મંદિર- સબસેન્ટર મળી કુલ-૮૭ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે
સાબરકાંઠા જિલ્લામાં ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમિયાન કાટવાડ, રાસલોડ, એકલારા, લક્ષ્મીપુર-અ, ફુદેડા, ઝીંઝવા, ઉજેડીયા, ગાડી , બોરડી, મસોતા આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS અંતર્ગત ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિય કક્ષાનુ પ્રમાણપત્ર મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીચ્છનો ઉમેરો થયો છે. આ સાથે જિલ્લામાં ૨૭ પ્રા.આ.કેંદ્ર, એક સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, એક યુ.પી.એચ.સી., 58 આયુષ્માન આરોગ્ય મંદિર- સબસેન્ટર મળી કુલ-૮૭ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે. જેમાં ૧૬ સંસ્થાઓએ ૯૫ થી વધુનો સ્કોર પ્રાપ્ત કરેલ છે.
આરોગ્ય શાખાએ આ સિદ્ધિ પ્રાપ્ત કરતાં જિલ્લા વિકાસ અધિકારિશ્રી એ જણાવ્યુ હતું કે જિલ્લાના કર્મયોગી અધિકારી-કર્મચારીઓના અથાગ પ્રયાસોથી સાબરકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS પ્રમાણપત્ર મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ દ્વારા આપણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુણવતાનાં ઉચ્ચ માનાંકો અનુસાર સગર્ભા માતાઓ, નવજાત શિશુ અને બાળકોની જરુરી આરોગ્ય સંભાળ, રસીકરણ, કુટુંબ કલ્યાણ અને રોગચાળા સહિત વિવિધ રાષ્ટ્રિય આરોગ્ય કાર્યક્રમોની સેવાઓ આપી સ્વસ્થ સાબરકાઠાંનાં સંકલ્પને સિદ્ધ કરીશું.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ હતું કે જિલ્લામાં ગુણવતા યુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેનાં સમગ્ર તંત્રના સહિયારા પ્રયાસોનું આ ઉત્તમ પરિણામ છે. આગામી સમયમાં આપણે બાકી રહેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ને NQAS રાષ્ટ્રિય કક્ષાનુ પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય છે.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891