અસમાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમો દ્રારા સરકારી મિલકત ઉપર કરેલ ગેરકાયદેસર દબાણ દુર કરવા પંચાયત સાથે સંકલન કરી દબાણો દુર કરાવતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ,ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,વિજય પટેલ સાહેબ સાબરકાંઠા દ્વારા વારંવાર તોફાન કરતા, દાદાગીરી કરવી ગુન્હા કરતા જેવી અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમોની માહિતી મેળવી તેઓની ગેરકાયદેસર મિલકત તથા ગેરકાયદેસર દબાણ તથા ગેરકાયદેસર વિજ કનેક્શન તપાસી તથા પાસા.તડીપાર જેવી જરૂરી કાર્યવાહી કરાવવા સુચના કરેલ હોય જે આધારે વિભાગીય પોલીસ અધિકકારીશ્રી, હિંમતનગર વિભાગ, એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ બાબતે કડક અમલવારી કરવા સુંચના કરેલ હોય
જે આધારે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ગુન્હા આચરનાર ઇસમ ઈરફાન ઉર્ફે કુંદન ફકીર મહંમદ શેખ રહે.પરબડા ઝહીરાબાદ તા.હિંમતનગર જી.સાબરકાંઠા નાઓનુ નામ જણાઇ આવેલ જે આધારે તલાટી કમ મંત્રી શ્રી પરબડા ગ્રામ પંચાયત તા.હિંમતનગર જિ.સાબરકાંઠા.નાઓને સદરી ઈસમની કોઇ ગેરકાયદેસર મિલકત આવેલ છે કે કેમ.? તેમજ સદરી દ્રારા કોઇ સરકારી મિલકત ઉપર કોઇ દબાણ કરેલ છે કે કેમ.? તે અંગે પરબડા ગ્રામ પંચાયત સાથે સંકલન કરી સદરી ઈસમના ઘરની બાજુમાં આવેલ સરકારી જમીનમાં પતરા તેમજ સિમેન્ટનો કોટ કરી બગીચો બનાવી દબાણ કરેલ હોય જેથી આજરોજ સરકારી મિલકત ઉપર સદરી અસમાજીક ઇસમ દ્રારા કરવામા આવેલ
ગેરકાયદેસર દબાણ દુર કરવા તલાટી કમ મંત્રીશ્રી શૈલેષકુમાર પટેલ તથા તેઓના સ્ટાફ સાથે ટી.આઇ.દેસાઇ પોલીસ સબ ઇન્સ.તથા જરૂરી પોલીસના માણસો પંચાયત સાથે સંકલનમાં રહી દબાણ દુર કરાવવાની કાર્યવાહી હાથ ધરેલ છે.