પોરબંદર તા.૮- માધવપુર ઘેડ ખાતે યોજાઇ રહેલા મેળામા એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન થઈ રહ્યા છે, સાથે સાથે સ્થાનિકો માટે વડાપ્રધાનશ્રીનો વિકાસ મંત્ર વોકલ ફોર લોકલ સાર્થક થઈ રહ્યોં છે. માધવપુરની બીચ પ્રવાસીઓને આકર્ષિત કરે છે
. ત્યારે મેળામાં આવતા પ્રવાસીઓ, કલાકારો, કારીગરો મેળામા ફરવાની સાથે સાથે બીચનો આનંદ ઉઠાવી રહ્યા છે. બીચ પર એટીવી રાઈડ કરી રોજગારી મેળવતા યુવાનોની આવકમા વધારો થયો છે. એટીવી રાઈડ દ્વારા રોજગારી મેળવતા યુવાન કરણ માવદિયાએ કહ્યું કે, મેળો અમારા માટે દર વર્ષે યાદગાર બની રહેશે, કેમકે આ મેળાથી અમારી રોજગારીમાં વધારો થાય છે. દુબઈના રણ વિસ્તારમાં જે રાઈડ જોવા મળે તેવી રાઈડ માધવપુર બીચ પર પણ પ્રવાસીઓ કરી રહ્યાં છે,
આ પ્રવાસીઓથી અમારી રોજગારીમાં વધારો થાય છે. સરકારે કરેલા મેળાના આ સુંદર આયોજનને અમે સ્થાનિક યુવાનો આવકારી રહ્યા છે.
અહેવાલ = અલ્કાબેન પંડ્યા







Total Users : 153916
Views Today : 