બાધા રાખતા જન્મેલા બાળકની રજત તુલા કરી ચાંદી માતાજીના ચરણોમાં અર્પણ કરી
લીંમડીના માં અંબિકા માતાજીના પરમ ભક્ત શ્રી મુકેશભાઈ પી મોડેસરા દર વર્ષે માતાજીના દર્શન અને મોડેસરા પરિવાર તરફથી થતા નવચંડી હવનમાં આવે છે તેઓએ તેમના દીકરા દીપકુમાર એમ મોડેસરાને એક દીકરો છે અને બીજા સંતાન નો જન્મ થશે તો જન્મનાર બાળકને શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે રજત તુલા થી (ચાંદી) થી બાળકને તોલીને તે ચાંદી માતાજીના ચરણોમાં અર્પણ કરવાની માનતા રાખી હતી જે પૂર્ણ થતા મુકેશભાઈ મોડેસરા તેમના સહ પરિવાર સાથે તેમની માનતા પૂરી કરવા માટે તારીખ 6 /4 /2025 ની રવિવારનો રોજ શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે બીજા જન્મેલા બાળકને ચાંદીથી તોલીને 5 કિલો 800 ગ્રામ ચાંદી માતાજીના ચરણોમાં ધરી તેમની અને તેમના પરિવારની માનતા પૂર્ણ કરી હતી
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 153809
Views Today : 