દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના ગુણલા ગાતા ઝૂમતા રસ્તો કાપી રહ્યા છે.
રિપોર્ટ અને ફોટો
(જીંકેશ લીંબચીયા-સંજય ગાંધી)
તા.૧૧/૦૪/૨૦૨૫
ઈડરના બડોલીથી અંબાજી જતાં પગપાળા સંઘનું સતત ૩૯માં વર્ષે મંગળવાર સાંજે પ્રસ્થાન કરાયું હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૦ લોકો જેમાં બાળકો, યુવક, યુવતીઓ, મહિલાઓ અને યુવાનો, વૃદ્ધ ભાઈ બહેનો પણ જોડાયા છે. જે માતાજીના ગુણલા ગાતા ઝૂમતા રસ્તો કાપી રહ્યા છે.
૧૦૦ શ્રદ્ધાળુઓનો આ સંઘ પોતાની સાથે બધી જ વ્યવસ્થા રાખી માતાજીના દર્શને છેલ્લા ૩૯ વર્ષથી દર વર્ષે ચૈત્રી પૂનમે પગપાળા જાય છે. રસ્તામાં કોઈની પણ કોઈપણ પ્રકારની સેવા લેવામાં આવતી નથી.૨૦૦૬થી એટલે કે ૧૯ વર્ષથી રથમાં માતાજીની અખંડ દર વર્ષની જેમ આ વર્ષે પણ 100 લોકો જોડાયા. રથમાં જ્યોત રાખવામાં આવે છે. જેને માતાજીના દર્શન કરી પરત લાવવામાં આવે છે.આ કોઈ માનતા નથી પણ તમામ લોકો માતાજી પ્રત્યેની આસ્થાને લઈ ૩૯ વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરતા રહ્યા છે. આ બાબતે પગપાળા યાત્રાનું આયોજન સંભાળતા બડોલી મહાકાળી મંદિરના પૂજારી કિંતેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી માતાજી કરાવશે ત્યાં સુધી આ યાત્રા ચાલુ રાખીશું. બધા સ્વેચ્છાએ દર સાલ શ્રદ્ધા ભાવથી સંઘમાં જોડાય છે અને માતાજીના દર્શન ની પગપાળા યાત્રા અવિરત ચાલી રહી છે.