થરાદ તાલુકાના ભૂરિયા 11મુખી હનુમાનજી આશ્રમ ભૂરિયા ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 11મુખી હનુમાનજી ભક્ત મંડળ તથા ભૂરિયા ગ્રામજનો દ્વારા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ ના પાવન સાનિધ્યમાં મારુતિ યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ યજ્ઞ ના આચાર્ય પદે શાસ્ત્રી ઇન્દ્ર કુમાર લુણી શંકર ભુરિયા તથા શાસ્ત્રી સંજયભાઈ દવે કુડાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું
દર શનિવારે વિશ્વ કલ્યાણ સુંદરકાંડ પાઠ કરવાની શ્રુંખલા મા હનુમાન જયંતી ના દિવસે સતત 234મા શનિવારે મારુતિ યજ્ઞ સાથે સુંદરકાંડ પાઠ યોજાયો આ પ્રસંગે બહોલી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા સમગ્ર ભારત વર્ષની પથ્થરમાંથી નિર્મિત 31ફૂટ ઉંચી 11મુખી હનુમાનજી ની પ્રતિમા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…. એક ભારત ન્યૂઝ પ્રદીપ ત્રિવેદી.. થરાદ