(સંજય ગાંધી-તાપી) : તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં આઇ.પી.એલ. ક્રિકેટ ટુનામેન્ટ ચાલતી હોય જેથી ક્રિકેટ સટ્ટો રમાવાની શક્યતા રહેલી હોય, પો.સ.ઈ.શ્રી એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ તથા હે.કો.ધર્મેશભાઇ મગનભાઇને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ છે કે, “વ્યારા લક્ષ્મી પાર્કમાં રહેતો કોશલ ઠક્કર નામનો ઇસમ હાલમાં ચાલતી આઇ.પી.એલ. મેચમાં મોબાઇલ ફોન ઉપર આઇ.ડી. દ્વારા સટ્ટો રમાડે છે.” જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી એસ.પી. સોઢા, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળા સ્થળ વ્યારા ટાઉન લક્ષ્મીપાર્ક સોસાયટી બગલા નં.૨/૨ ના આગળના ભાગે જાહેરમાં રેઇડ કરતા આરોપી- (૧) કૌશલ યોગેશભાઇ ઠક્કર ઉ.વ.૨૩ રહે.બંગલા નં.૨/૨લક્ષ્મીપાર્ક સોસાયટી વ્યારા તા.વ્યારા જી.તાપી વગર પાસ પરમીટે હાલમાં ચાલતી આઇ.પી.એલ. ક્રિકેટ મેચમાં પૈસા વતી અવર અને રન ઉપર ક્રિકેટ સટ્ટો રમાડી રોકડા રૂપિયા ૨૪૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે ૨૯૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ચાર (૪) આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.






Total Users : 144819
Views Today : 