ખેડબ્રહ્મા શહેર પોલીસ દ્વારા અનડીટેક્ટ ગુન્હા ને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્ર સિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા ની સૂચનાથી એક્સિડન્ટ તથા ફેટલના આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે સંદર્ભે શ્રી સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઇડર ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા ના સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા અને ઈસમને પકડવા માટે સૂચના આપેલ હતી
તારીખ 3/4/ 2025 ને 7:00 વાગ્યે મટોડા ગામે કેશવ જીન નજીક હાઈવે રોડ ઉપર કોઈ અજાણ્યા ફોરવ્હીલ વાહન ચાલાક એ પોતાનું ફોરવ્હીલ વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોડની સાઈડમાં ચાલતા જતા દક્ષેશભાઈ રજનીભાઈ ત્રિવેદીને પાછળથી ટક્કર મારી માથાના તથા ખભાના અને મોઢાના ભાગે ઇજાઓ કરી જમણા પગે ફેક્ચર કરી પોતાની ગાડી લઈને ભાગી ગયેલ હોય જે અજાણ્યા ફોરવ્હીલ વાહન ચાલકની તપાસ માટે સ્ટાફના અ.પો.કો. કુલદીપભાઈ કીકમ ભાઈ તથા અ.પો.કો. ધવલકુમાર કેવળભાઈ અને અ.પો.કો. વિનોદભાઈ મેવાભાઈ ની સંયુક્ત ટીમ બનાવી ખેડબ્રહ્માથી અંબાજી હાઈવે રોડ ઉપર ના સીસીટીવી કેમેરા તેમજ અંબાજી કોટેશ્વર ખાતેના સીસીટીવી ફૂટે ચેક કરતા તેમજ ટેકનીકલ સર્વિલન્સ આધારિત તપાસ કરતા ગુનામાં એક્સિડન્ટ કરી ભાગી જનાર વાહન ertiga ગાડી નંબર GJ 27 TF 8554 હોવાનું જણાય આવતા વાહન નંબરની પોકેટ કોપ માં સર્ચ કરતા વાહન રાજુ ધર્મદેવ ઓઝા રહે 8 સર્વે નંબર 135 શાસ્ત્રીનગર રંગોલી નગર પાસે બી/એચ નારોલ અમદાવાદ તાલુકો જીલ્લો અમદાવાદનું જણાઈ આવતા વાહન માલિકની શોધી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પોતે આ ગુનાની કબુલાત કરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો ડિટેક્ટ કરવામાં આવ્યો.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891