સેવા વસ્તીના બાળકો માટે રમત-ગમત સાધનો આપી ક્રિષ્ના સ્પોર્ટ્સ-માધાપરની એક સરાહનીય પહેલ
રમતના માધ્યમથી સેવા વસ્તીના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ
માધાપર- આજરોજ ક્રિષ્ના સ્પોર્ટ્સ- માધાપરના સંચાલક શ્રી ગોકુલભાઈ કોઠીવાર દ્વારા માનવતાની ભાવનાથી એક ઉમદા કાર્ય કરવામાં આવેલ હતુ. જેમા આશરે સાત થી આઠ હજારની કિંમતની પંદર જેટલી ઇનડોર તથા આઉટડોર રમત-ગમતના સાધનોની કીટ સેવા વસ્તીના ગરીબ તેમજ મૂળભૂત જરૂરિયાતોથી વંચિત એવા બાળકો માટે ભેંટ સ્વરૂપે અર્પણ કરવામાં આવેલ હતા.
આ સેવાકીય કાર્ય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીના સંકલનથી ભુજ સેવાવસ્તીમાં સતત કાર્યરત એવા તેજસ્વિની ગ્રુપના સંયોજિકા તેમજ વોર્ડ ૧૦ કાઉન્સિલર એડવોકેટ રસિલાબેન પંડયાને ક્રિષ્ના સ્પોર્ટ્સના સંચાલક ગોકુલભાઇ દ્વારા રમત-ગમત કીટ અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રકારના રમત-ગમતના સાધનોની ભેંટ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનુ કાર્ય કરશે, એવુ તેજસ્વિની ગ્રુપ સંયોજિકા રસિલાબેને જણાવેલ હતુ.
આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર તેમજ તેજસ્વિની ગ્રુપ સંયોજિકા તેમજ કાઉન્સિલર વોર્ડ-૧૦ રસિલાબેન પંડ્યાએ દાતાશ્રીને રાષ્ટ્રવાદી કેલેન્ડર તેમજ પુસ્તક વડે સન્માનિત કરેલ હતા તેમજ તેમની નિઃસ્વાર્થ સેવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ તથા તેજસ્વિની ગ્રુપ દ્વારા શ્રી ગોકુલભાઈ કોઠીવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી. આ તકે અલ્પેશભાઈ જાનીએ એવુ જણાવેલ હતુ કે દાતાશ્રીની આ સુંદર પહેલ સમાજમાં એક સકારાત્મક સંદેશ અને પ્રેરણા આપી રહી છે કે હંમેશા બીજાઓ માટે કંઈક સારું કરવું અને અન્યો માટે જીવવુ એ જ જીવનની સાચી સાર્થકતા છે.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ
મો ન 9998340891