ચોરીવાડ પ્રાથમિક શાળા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
શ્રી જી.એમ.પટેલ પ્રાથમિક શાળા,ચોરીવાડમાં ધોરણ -૮ નો શુભેચ્છા તથા ઈનામ વિતરણ અને દાતાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો. જેમાં અધ્યક્ષ તરીકે જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ ,મુખ્ય મહેમાન તરીકે હાર્દિકભાઈ સગર બસ ડેપો મનેજર,ઇડર ઉપસ્થિત રહ્યા હતા તથા ગામની સંસ્થાઓના ચેરમેનશ્રીઓ તથા એસ.એમ.સી સભ્યો તથા સહકારી આગેવાન હરિભાઈ પટેલ,સ્ટેટ બેંકના મેનેજરશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના અને સ્વાગત ગીત અભિનય સાથે દીકરીઓ દ્વારા કરવામાં આવેલ
. શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય શ્રી સુભાષભાઈ વણકરે કરેલ. આ કાર્યક્રમમાં ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ધો. ૩ થી ૮ ના વિદ્યાર્થીઓને ટ્રોફી દ્વારા અને વર્ષ દરમિયાન સહાભ્યાસિક પ્રવૃતિમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમારંભ અધ્યક્ષ સુરેશભાઈ પટેલ અને મુખ્ય મહેમાન શ્રી હાર્દિકભાઈ સગરે પ્રભાવશાળી ઉદબોધન કરેલ. શાળાની દીકરી જયમીની અને ઇશિકાએ પોતાના પ્રતિભાવો રજૂ કરેલ.
ઈનામના દાતા શાળાના ઉપશિક્ષક પ્રકાશભાઈ ચૌહાણ હતા. સૌ બાળકોને તિથિભોજન હરિભાઈ તથા લાલજીભાઈ ડી.પટેલ તરફથી આપવામાં આવેલ.
આભાર વિધિ સુરેખાબેન પટેલ દ્વારા અને કાર્યક્રમનું સુંદર સંચાલન વિનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.

તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 154572
Views Today : 