તાપી જિલ્લાના વ્યારા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી.
171 વ્યારા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી સાહેબશ્રીના 52 મા જન્મદિવસ નિમિત્તે વ્યારા નગરની સેવાકીય સંસ્થા લાયનહાર્ટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન તથા વ્યારા નગરની 52 દીકરીઓને શિક્ષણમાં ઉપયોગી દફતર,નોટબુક,પેન્સિલ તથા ભણતર કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે કાશ્મીર ના પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોને આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વ્યારા ના લાયન હાર્ટ ગૃપ સેવાકીય સંસ્થા દ્વારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીજીને આવનાર વર્ષ એમના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી
આ કાર્યક્રમમાં તાપી જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી સુરજભાઈ વસાવાજી, જિલ્લા મહામંત્રીશ્રી રાકેશભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી દિપાલીબેન પાટીલ, નગર સંગઠન પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પંચાલ, મહામંત્રી શ્રી નિમેશભાઈ સરભણીયા, ઉપપ્રમુખશ્રી નીલમબેન શાહ કારોબારી અધ્યક્ષ શ્રી દિલીપભાઈ જાદવ બાંધકામ અધ્યક્ષ શ્રી મુનાલભાઈ જોશી, આરોગ્ય ચેરમેન પરેશભાઈ શાહ પૂર્વ પ્રમુખશ્રી સેજલબેન રાણા નગરપાલિકાના સભ્યશ્રીઓ કિરણભાઈ ભોઈ, દ્રષ્ટિબેન અનમોલા, કીતાબેન ચૌધરી, તથા નગર સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જાદવ તથા તેમના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યુ હતું.