ખેડબ્રહ્મા તાલુકાના ધનાલ કંપાનું ગૌરવ
તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં ખેડબ્રહ્મા તાલુકાના ધનાલ કંપાની ખેડૂત પરિવારની દીકરી દીતિ બહેન અશોકભાઈ રવજીભાઈ પટેલે 650 માંથી 616 ગુણ મેળવી 94.76% સાથે ગાંધીનગર કડી સર્વ વિદ્યાલય પ્રથમ ક્રમ પ્રાપ્ત અને ગાંધીનગર જિલ્લામાં ટોપ ફાઇવમા સ્થાન મેળવેલ છે. વિષયવાર પરિણામ ગણિતમાં 99 કેમેસ્ટ્રીમાં 96 ફિઝિક્સમાં 95 અંગ્રેજીમાં 89 ગુણ મેળવીને સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધારવા બદલ ખેડબ્રહ્મા સમાજ પ્રમુખ રવજીભાઈ અરજણભાઈ પટેલ અને જ્યોતિ હાઇસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
તસવીર અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891