વડાલીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક દ્વારા સિનિયર સિટીઝન ગ્રાહકો માટે વ્હીલચેર ની વ્યવસ્થા હોવા છતાં વડાલી બેંકમાં કામકાજ અર્થે આવતા ગ્રાહકોને સ્ટાફ ની બેદરકારીએ વ્હીલચેર ઉપલબ્ધ ન કરાતા સિનિયર સિટીઝન ગ્રાહકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.
વડાલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બુધવારે વડાલીના અસાઈ વાસણા ગામના નિવૃત સરકારી કર્મચારી ડાહ્યાભાઈ એમ ગઢવી પોતાના પુત્ર સાથે વડાલી સ્ટેટ બેંકમાં હયાતી ની ખરાઈ માટે આવ્યા હતા.તે દરમિયાન સિનિયર સિટીઝનને વધુ ઉંમર હોવાના કારણે ચાલી ન શકાતા પુત્ર એ પિતા ને બેંક ની બહાર ઉભા રાખી બેંકમાં રજુઆત કરી પરંતુ ગ્રાહકને ફિંગર પ્રિન્ટ આપવા બેંકની અંદર જવું જરૂરી હતું ત્યારે કર્મચારીઓ દ્વારા વ્હીલચેર ની સુવિધા અપવાની બદલે સિક્યુરિટીગાર્ડે બેન્કના બંને દરવાજા ખોલી આપ્યા હતા ત્યારે તેમનો પુત્ર તેના પિતા ને બેંકની બહાર થી ચાલવા ની ઘોડી સહારે સાથે બંન્ને હાથ પકડી મહામુસીબતે પગથિયાં ચઢાવી બેંક ની અંદર હયાતી ની ખરાઈ કરવા માટે મજબૂર બન્યા હતા.ત્યારે બેંકના સિક્યુરિટી ગાર્ડ બેંકનો દરવાજો ખોલી સિનિયર સિટીઝન ગ્રાહક ને અંદર લઈ ગયો હતો. પરંતુ વ્હીલચેર ન આપતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો હતો. જે જોતા એવુ જણાઈ રહ્યું છે કે લોકો માટે આવા વૃદ્ધ ગ્રાહકો માટે બેંકે વ્યવસ્થા તો કરી હોય છે પરંતુ સ્ટાફની બેદરકારીએ લોકો વ્યવસ્થા પૂરી ન અપાતા હાલાકી ભોગવી રહ્યા છે.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891