>
Wednesday, May 14, 2025

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

 

(સંજય ગાંધી )

આજરોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ઉજવવામાં આવે છે. ગ્રુપની બહેનો દ્વારા મોતીપુરા વિસ્તારમાં આવેલી પ્લુટો અને કલ્પ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફનું સન્માન કરી શુભેચ્છા આપવામાં આવી. સમાજમાં નર્સ દ્વારા દર્દીઓને ખૂબ સારી સેવા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, સહમંત્રી ઈલાબેન રાવલ, હીનાબેન સોની, દક્ષાબેન ગોર, સુલક્ષણાબેન સોની, મિતલબેન સોની, ઇન્દુબેન જોશી હાજર રહ્યા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારો સાથ સહકાર મળ્યો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores