>
Friday, June 20, 2025

દેલવાડા રોડ મારામારી કેસ: વાયરલ વિડીયો બાદ પોલીસની કડક કાર્યવાહી, બે આરોપીની ધરપકડ અને ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

દેલવાડા રોડ મારામારી કેસ: વાયરલ વિડીયો બાદ પોલીસની કડક કાર્યવાહી, બે આરોપીની ધરપકડ અને ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

 

ગીર-સોમનાથ જિલ્લાના ઉનામાં દેલવાડા રોડ પર તાજેતરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને ઉના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એન.રાણાએ જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરીહતી.પો.સબ.ઇન્સ.આર.પી.જાદવ,પો.સબ.ઇન્સ.એ.બી.ચાવડા, એ.એસ.આઇ.મનુભાઇ જાદવભાઇ અને એ.એસ.આઇ.શાંતિલાલ વેલાભાઇની ટીમે જાહેર સ્થળે મારામારી કરતા આરોપીઓની ઓળખ મેળવી હતી.પોલીસે આ મામલે સરકાર તરફે ઉના પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ-૧૯૪(૨) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે (૧)રવિભાઇ બાબુભાઇ બાંભણીયા, ઉંમર વર્ષ ૫૦, રહે. ઉના, ખોડીયાર નગર.(૨)કુણાલ ઉર્ફે સુજલ રવિભાઇ બાંભણીયા, ઉંમર વર્ષ ૨૦, રહે. ઉના, ખોડીયાર નગર.આ ઉપરાંત, આ ઘટનામાં સંડોવાયેલા એક સગીર વયના વ્યક્તિ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ આરોપી નંબર-૧ રવિભાઇ બાંભણીયા વિરુદ્ધ બે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી, જ્યારે આરોપી નંબર-૨ કુણાલ ઉર્ફે સુજલ રવિભાઇ બાંભણીયા વિરુદ્ધ પણ બે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી. એટલું જ નહીં, આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ ઉના પો.સ્ટે. હેઠળ ઇ.પી.કો. કલમ-૩૯૨, ૩૯૪, ૩૯૭, ૩૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ ગુજસીટોકનો ગુનો પણ દાખલ થયેલો છે.પોલીસના જણાવ્યા અનુસાર, આ કામના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ જેલ હવાલે થઈ ચૂક્યા છે. વાયરલ વિડીયોના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સખત પગલાં લીધા છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores