>
Saturday, July 25, 2026

હિંમતનગર તાલુકાના કાટવાડ ગામના મકાનમાં વહેલી સવારે આગ લાગી..

હિંમતનગર તાલુકાના કાટવાડ ગામના મકાનમાં વહેલી સવારે આગ લાગી..

 

રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના બળીને ખાખ થયા,પરિવારજનો પર આભ તુટી પડયું

 

લોન લઇને રાખેલા રૂ.1.20 લાખની રકમ પણ આગમાં બળી ગઈ

 

હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં આજે સવારે એક મકાનમાં અચાનક કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના મળી ઘરવખરી પણ બળીને ભસ્મીભુત થઇ જતાં પરિવાર પર આભ તુટી પડયું હોય તેવી પરિસ્થિત સર્જાઇ છે. હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકાના કાટવાડ ગામે રહેતા રાવળ બબાભાઇ સનાભાઇ ખેત મજૂરી તથા નગરપાલિકામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ગુરૂવારે સવારે 9 વાગે પોતાનો પરિવાર ખેત મજૂરી કરવા ગયો હતો. ત્યારે અગમ્ય કારણોસર ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલ બધો સામાન સહિત ઘરવખરી બળીને ભસ્મીભુત થઇ હતી.

 

આગની ઘટનાની જાણ થતાં ફળીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની જાણ કરતા હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પોતાના ઘરમાં બેંકમાંથી લોન લઇને મકાનના પ્લોટ માટે ગ્રામ પંચાયતમાં જમા કરાવવા માટે ઘરમાં રાખેલ રૂપિયા 1.20 લાખ તથા અન્ય રોકર્ડ, સોના-ચાંદીના દાગીના તેમજ ઘરવખરીનો સામાન બળીને ભસ્મીભુત થતા હાલ તો આ ગરીબ પરિવાર પર આભતુટી પડ્યું છે. ફાયર ઓફિસર મયંકભાઇ પટેલે પણ જણાવ્યુ હતુ કે સમયસર સ્થળ ઉપર જઇને આગ પર કાબુ મેળવવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘરમાં સામાન સહિતની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores