ભારત સરકાર દ્વારા નેશનલ ફર્ટિલાઇઝર સેલ્સ ફેમ વર્ક રાસાયણિક ખાતર વિતરણ યોજના લાગુ ન કરાતા કૃષિ મંત્રીને રજૂઆત કરાઇ.
ભારત સરકાર દ્વારા નેશનલ ફર્ટિલાઇઝર સેલ્સ ફેમ વર્ક રાસાયણિક ખાતર વિતરણ સંબંધી યોજના લાગુ ન કરતા વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ રાખવા અંગે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય ઉર્વરક મંત્રી શ્રી જે પી નડા સાહેબ અને સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા ને રજૂઆત કરતા ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ 
ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે નેશનલ ફર્ટિલાઇઝર ફેમ વર્ક રાસાયણિક ખાતર વિતરણ અંગે દેશભરના તમામ રાજ્યોના બે જિલ્લાઓને ખરીફ સીઝન થી ચાલુ કરેલ છે ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં અત્યારે પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલ છે. ત્યારે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા સતત નાયબ કલેકટર થી કલેકટર સુધી રજૂઆતો કરેલ છે અને તમામ ભારતીય કિસાન સંઘ અભ્યાસ કરીને રહેલી ત્રુટિઓ અંગેની રજૂઆત ગુજરાતના કૃષિ મંત્રીને 21 જેટલા મુદ્દાઓની કરેલ હતી જે અંગે આજ રોજ રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ દ્વારા કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાહેબ અને કેન્દ્રના ઉર્વરક મંત્રી શ્રી જેપી નડા સાહેબને સંબોધીને પત્ર તેમજ સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારીયા ના નિવાસ્થાને જ રૂબરૂ જઈને જે આ યોજના ચાલુ કરેલ છે
તેનો સંપૂર્ણ અભ્યાસ કરેલ અને તેના મુદ્દા અંગે રજૂઆત કરેલ જેમાં હાલમાં વૈકલ્પિક રીતે કાતર વિતરણ ચાલુ રાખવા અને મળતી માહિતી મુજબ ગુજરાતના સરકાર દ્વારા ટેકનિકલ 25 મુદ્દાઓ અંગેની રજૂઆત કૃષિ મંત્રી દ્વારા ભારત સરકારને કરેલ છે તો જે મુશ્કેલનો ઉકેલ લાવવા માટે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ રહે તેવી ભારતીય કિસાન સંઘની લાગણી છે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


