વડાલીના હાથરવા ગામના કુવામાં પડેલ શિયાળને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું

વડાલી તાલુકાના હાથરવા ગામના કુવામાં શિયાળ પડેલ હતું જેનો કોલ ફાયર વિભાગને મળતા વડાલી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સાવચેતીપૂર્વક શિયાળને કૂવામાંથી બહાર કઢાયું હતું અને સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયું.

પ્રાપ્ત માહિતી અનુસાર હાથરવા ગામના પટેલ સંદીપભાઈ મણીભાઈ ના કુવામાં એક શિયાળ પડી ગયું હતું જેની જાણ ફાયર વિભાગને કરતા વડાલી નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સાવચેતીપૂર્વક અને ભારે જહેમત બાદ શિયાળને કૂવામાંથી બહાર કઢાયું હતું અને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યું હતું
બ્યુરો રિપોર્ટ…વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


