>
Monday, July 20, 2026

સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ–2026’ની નેત્રામલી મુકામે ઉજવણી

સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ–2026’ની નેત્રામલી મુકામે ઉજવણી

 

એન. જી. જરીવાલા હાઈસ્કૂલ, નેત્રામલી મુકામે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંગઠન પર્વ ઉજવણીના આદેશ અનુસાર, સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ‘સંગઠન પર્વ–2026’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

કાર્યક્રમની ગરિમાપૂર્ણ બેઠક વ્યવસ્થા રાજ્યના આદેશ અનુસાર કરવામાં આવી

કાર્યક્રમની શરૂઆત ઓમકારના પવિત્ર નાદ મહામંત્રી શ્રી મનીષભાઈ પાઠક દ્વારા કરવામાં આવેલ. સાબરકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ શ્રી ગજેન્દ્રભાઈ પટેલે મંચસ્થ મહાનુભાવો અને ગુજરાતભરમાંથી આવેલા તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ ગૌરવવંતા પ્રસંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી શંકરસિંહ રાણા, ‘સારસ્વત’ના સંપાદક શ્રી રાકેશભાઈ પંડ્યા, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુધીરભાઈ પટેલ, તેમજ બોર્ડ સદસ્ય શ્રી વિનોદભાઈ પટેલ સહિત જિલ્લાના અન્ય અગ્રણી મહાનુભાવોએ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ એ. પટેલ, ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડના સદસ્ય શ્રી અજીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કન્વીનર શ્રી સુરેશભાઈ પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ઉપસ્થિત તમામ મુખ્ય વક્તાઓને સંગઠન અંગેના પોતાના વિચારોમાં વક્તાઓએ સંગઠનની એકતા, સામૂહિક કાર્યશક્તિ અને “સંગઠન એ જ શક્તિ છે.” સંગઠનના અવિરત અને સામૂહિક પ્રયાસોના પરિણામે જ શિક્ષણ જગતના વર્ષો જૂના જટિલ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ શક્ય બન્યું છે. પ્રતિભાવો સંચાલક મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલે આપ્યા. જ્યોતિ હાઈસ્કૂલ પૂર્વ આચાર્ય સુરેશભાઈ પટેલે શુભેચ્છાઓ આપી હતી.

સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને ગરિમામય વાતાવરણમાં સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમના અંત માં આભાર વિધિ રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ શ્રી ભાનુપ્રસાદ એ. પટેલે કરી હતી. અંતમાં ભોજન પ્રસાદની અને બેઠક વ્યવસ્થાની સુંદર વ્યવસ્થા કરવા બદલ ટ્રસ્ટીમંડળ અને આચાર્ય શ્રી સંજયભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો.

 

બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores