>
Monday, July 20, 2026

ઇસ્કોન મંદિર દ્વારા હિંમતનગરના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા મહારાણીની ભવ્ય રથયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ઇસ્કોન મંદિર દ્વારા હિંમતનગરના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી શ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રા મહારાણીની ભવ્ય રથયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પાવન અવસરે ઇસ્કોન અમદાવાદ, ઇસ્કોન સુરેન્દ્રનગર, ઇસ્કોન વડોદરા અને ઇસ્કોન વલ્લભ વિદ્યાનગર સહિત ગુજરાતના વિવિધ ઇસ્કોન મંદિરોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી હરિનામ સંકીર્તન દ્વારા સમગ્ર શહેરને ભક્તિમય બનાવી દીધું હતું. “હરે કૃષ્ણ” ના ગુંજતા મહામંત્ર સાથે સમગ્ર રથયાત્રા માર્ગ પર દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

આ ભવ્ય રથયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા પ્રમુખ કનકસિંહ ઝાલા, સંપતસિહ રાજપુરોહિત, દિનેશભાઈ સોનગરા તથા તેમની સમગ્ર ટીમ, વિશ્વ હિંદુ પરિષદના હિતેશભાઈ તથા તેમની સમગ્ર ટીમ, આર.એસ.એસ.ના સુશીલભાઈ અને તમામ સ્વયંસેવકો તેમજ સમસ્ત હિંદુ સમાજના નિરવભાઈ, પ્રદીપસિંહ રાઠોડ, મહેશસિંહ ચૌહાણ, રાજુભાઈ માલવિયા અને તેમની સમગ્ર ટીમે ઉત્સાહભેર જોડાઈ આ આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હિંમતનગર શહેરમાં સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને આનંદનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના અનેક શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી રથને ખેંચવાનો લાભ લીધો તેમજ હરિનામ સંકીર્તનમાં જોડાઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો.

આ સમગ્ર રથયાત્રાનું આયોજન હિંમતનગર તથા ઇસ્કોન સુરેન્દ્રનગરના કેન્દ્ર પ્રબંધક પરમ આદરણીય શ્રીમાન મુરલીમોહન દાસ પ્રભુજી તેમજ ઇસ્કોન વલ્લભ વિદ્યાનગરના ટેમ્પલ કમિટી મેમ્બર શ્રી પીતાંબર કૃષ્ણ દાસ પ્રભુજીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું.

અંતમાં આયોજક સંસ્થા ભક્તિવેદાંત આશ્રમ, હિંમતનગર દ્વારા આ ભવ્ય રથયાત્રાને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સંતો, ભક્તો, સ્વયંસેવકો, વિવિધ હિંદુ સંગઠનો તથા હિંમતનગરના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores