>
Tuesday, July 21, 2026

વરસીંગપુરમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા, રૂ. 27,300નો મુદ્દામાલ જપ્ત

વરસીંગપુરમાં જાહેરમાં જુગાર રમતા 10 શખ્સ ઝડપાયા, રૂ. 27,300નો મુદ્દામાલ જપ્ત

 

ગીર સોમનાથ: ઉના તાલુકાના વરસીંગપુર ગામના કાંદા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં પૈસાની હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઉના પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે સફળ રેઇડ કરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

 

રેઇડ દરમિયાન ઈસમો પાસેથી રોકડ રૂપિયા સહિત 27,300 જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ઈસમો સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ કાર્યવાહી જુનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે ખાનગી બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી સફળ કામગીરી કરી હતી.

 

પકડાયેલા તમામ ઇસમો વરસીંગપુર ગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. જિલ્લાભરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસનું વિશેષ અભિયાન યથાવત હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores