>
Thursday, May 22, 2025

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામ ની જનતા બંન્ને તરફ ભિસાય છે. છતાં તંત્ર ના પેટ નુ પાણી હલતું નથી..

ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામ ની જનતા બંન્ને તરફ ભિસાય છે. છતાં તંત્ર ના પેટ નુ પાણી હલતું નથી……..

વાત જાણે એમ છે કે ઉના તાલુકા નુ દેલવાડા ગામ નેશનલ હાઇવે તથા સ્ટેટ હાઇવે તથા પ્રવાશન માર્ગ સાથે જોડાયેલુ ગામ છે ગામ ની અંદાજીત વસ્તી ૧૬૫૦૦/ જેટલી છે ગામ ની પંચાયત સને ૨૦૧૬ મા ડિજીટલ પંચાયત જાહેર થયેલ છે તેમ છતાં કેટલીક સુવિધાઓ આપવા મા સ્થાનિક પંચાયત નિષ્ફળ ગય હોય એવો ઘાટ સર્જાયો છે ગામ મા વસ્તી ની સાથે સાથે ભુંડ ની વસ્તી પણ ખુબ મોટા પ્રમાણમાં હોય જેના કારણે ગ્રામજનો તોબા પોકારી ગયા છે ગામ ની બજારોમાં ભુંડ ના ટોળેટોળાં રખડતા જોવા મળે છે જેને કારણે અવારનવાર લોકોને ભુંડ એ બટકું ભરી લીધા ના બનાવો બનેલા છે તેમજ ઉના દેલવાડા દિવ નેશનલ હાઇવે પસાર થતો હોય આ હાઇવે પર ભુંડ આડા ઉતરવા ને કારણે કેટલાય બાઇક સવાર લોકો પડ્યા ના અને ઘાયલ થયા ના દાખલા છે જ્યારે દેલવાડા સિમર રાજપરા સ્ટેટ હાઇવે પર ભુંડ ના ટોળા પડયા પાથર્યા રહેતા હોય એકલ દોકલ લોકો આ હાઇવે પર થી પગપાળા પસાર થતા પણ ડર અનુભવી રહ્યા છે તેમજ ગૃપ્ત પ્રયાગ રોડ જે પ્રવાસન વિભાગ નો છે આ રોડ પર પણ ભુંડ ના ત્રાસ ના કારણે લોકો હેરાન થાય છે ગામ ની અંદર આ ભુંડ ના ત્રાસ થી ગંદકી પણ ઠેર ઠેર જોવા મળી રહી છે જ્યારે બીજી તરફ જોઇને તો સિમ વિસ્તારમાં રોજ એટલે કે નિલગાય નો ત્રાસ પણ અસહ્ય બની રહ્યો છે હાલ કેરી નો પાક નિષ્ફળ ગયો છે અને જે કાઇ આંબા પર કેરી છે એ રોજ નિલગાય આરોગી જાય છે આમ ખેડૂતો ના ઉભા પાકને બચાવવા ખેડૂતો રાત ઉજાગરા કરતા હોય છે તેમ છતાં સિમ મા ખેડૂતો રોજ નિલગાય ના ત્રાસ થી હેરાન છે તો ગામ મા લોકો ભુંડ થી ત્રાસી ગયા છે લોકો મા કચવાટ જોવા મળી રહ્યો છે કે સ્થાનિક પંચાયત દ્રારા આ ગામમાં ભુંડ ના ત્રાસ થી અને સિમ મા રોજ નિલગાય ના ત્રાસ માંથી મુક્ત કરાવે ભુંડ ના ત્રાસ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હોવા છતાં સ્થાનિક પંચાયત ના પદાધિકારી ઓ ના પેટ નુ પાણી હલતું નથી લોકો એ એવી લાગણી વ્યક્ત કરી છે કે આ ભુંડ અને રોજ ના ત્રાસ માંથી મુક્તિ અપાવવા પંચાયત આગળ આવે…્્ બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores