ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના દેલવાડા ગામે સમસ્ત બાંભણિયા પરિવાર ના કુળદેવતા શ્રી દામાવાળા દાદા ના સાનિધ્ય માં શ્રી વિષ્ણુ યાગ યોગ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૯ યજમાન શ્રી ઓ એ યજ્ઞ નારાયણ ને ઉપાસના કરી યજ્ઞ માં આહુતિ આપી હતી સાથે સાથે મહા પ્રસાદ ભોજન નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
વિદ્વાન બ્રાહ્મણો એ પરીવાર સુખાકારી રાષ્ટ્ર સલામતી વિશ્ર્વ કલ્યાણ માટે ખાસ મંત્રોચ્ચાર કરી આહવાન કર્યું હતું
યજ્ઞ માં મુખ્ય આચાર્ય શ્રી ભરતભાઇ જોશી તથા વિપ્ર વૃદ દ્રારા અગ્નિ મંત્રોચ્ચાર થકી પ્રગટાવવા મા આવેલ આ તકે હિન્દુ ઓફિસયલ ગૃપ દ્વારા સરબત નુ પરબ રાખી અનન્ય સેવા આપેલ હતી
આ તકે ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા તથા રાહુલભાઇ તથા નામી અનામી વરીષ્ઠ આગેવાનો એ ખાસ હાજરી આપી હતી સાથે સાથે દેલવાડા. વાસોજ.કાજ.માલશ્રમ ઉના કાળાપાણ રાજપૂત રાજપરા ગામો ના લોકો એ ખાસ હાજરી આપી હતી સાથે સાથે અંદાજીત લગભગ ૨૫૦૦ ભાવિકો એ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો અહેવાલ = રમેશભાઈ વંશ