ઉના તાલુકા પંચાયત ને જિલ્લા કલેકટર શ્રી એ નવી કચેરી બનાવવા ફાળવી જમીન
ગુજરાત રાજ્ય માં ભૌગોલિક દ્રષ્ટિએ ગિર સોમનાથ જિલ્લા મા ઉના તાલુકો ખુબ વિશાળ છે તથા વસતિ ના ધોરણે પણ ખુબ મોટો છે હાલ તાલુકા પંચાયત પાસે પોતાની બિલ્ડીંગ હોય એ ખુબ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગય હોય જે કારણોસર હાલ તાલુકા પંચાયત કચેરી ઉના શહેર થી અંદાજીત 4 કિલોમીટર દૂર લામધાર ગામ ના પાટિયા પાસે સરકારી છાત્રાલય માં બેસતી હોય જે ને કારણે લોકો ને ખુબ હાલાકી ભોગવવી પડે છે આ વાત ને ધ્યાન માં રાખી અધિકારી ગણ ની માંગણી મુજબ નવી કચેરી બનાવવા માંગણી થયેલી કે ઉના શહેર ની નજદીક તાલુકા પંચાયત કચેરી બનાવવા મા આવે

આ માટે તાજેતરમાં નવી નિમણુંક પામેલા જિલ્લા કલેકટર દ્રારા ઉના શહેર ના વરસિગપુર રોડ પર આવેલા સર્વે નંબર 616 ટિપી સિક્મ નંબર 2 ના ખંડ 31 ની 3236 ચોરસ મીટર જમીન તાલુકા પંચાયત કચેરી બનાવવા ફાળવણી કરવામાં આવી છે આ જમીન ફાળવણી કરવામાં આવતા હવે કચેરી આધુનિક ડિઝાઇન મુજબ બનાવવા મા આવસે જેના કારણકે દુર દુર ગામડે થી આવતા અરજદારોને હાલાકી ભોગવવી નહીં પડે પૈસાની તથા સમય ની બચત થસે સાથે સાથે સુવિધા જનક ઉના શહેર ની નજીક સુવિધા ઉપલબ્ધ થસે….. બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના