>
Saturday, June 14, 2025

હિમતનગર ખાતે આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

હિમતનગર ખાતે આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

 

સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાનાં માર્ગદર્શન હેઠળ ટોબેકો કંટ્રોલ સેલ સાબરકાંઠા દ્વારા આઈ.ટી.આઈ હિમતનગર ખાતે તમાકુ મુકત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર જિલ્લામાં 28 મે થી 31 મે સુધી વ્યસનમુકત જીવન અને તમાકુના વપરાશ થી થતા નુકશાન અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. 31- મે નો ટોબેકો દિનની ઉજવણીનો હેતુ તમાકુના જોખમ વિશે જાગૃતિ ફેલાવવાનુ છે. તમાકુના સેવનથી સ્વાસ્થ્ય ને ઘણુ નુકશાન થાય છે,.તમાકુ સેવનના કારણે હ્રદયરોગ, બ્રેનસ્ટ્રોક, કેન્સર, ડાયાબીટીસ, બી.પી જેવા રોગોનુ જોખમ ખુબ વધી જાય છે.

જિલ્લા અને તાલુકા કક્ષાના સંયુકત કાર્યક્રમ અંતર્ગત તમાકુ અને તેની વિવિધ બનાવટોનાં ઉપયોગથી થતા શારીરિક, માનસિક, આર્થિક તેમજ શારીરિક નુકશાન બાબતે સર્વેને માહિતગાર કરવામાં આવ્યા હતા.તમાકુથી થતા નુકશાન અંગે તમામ તાલુકા અને આયુષ્માન જાણકારી સાથે તમાકુના વપરાશ થી થતા રોગો અંગેની જાગૃતિ કેળવવા ગંભીરતાપૂર્વક કામ કરવાની જરૂરીયાત પર ભાર મુક્યો હતો.શરુ વર્ષ ૩૧ મી મે ની થીમ Unmasking The Appeal : Exposing Industry Tactics on tobacco and Nicotine products અંગે આરોગ્ય કેંદ્ર ખાતે પ્રદર્શન, રંગોળી, ગ્રુપ ચર્ચા, રેલી, પેમ્ફ્લેટ વિતરણ વગેરે કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા.

જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલના ડૉ. પ્રવિણ ડામોરએ COTPA – 2003ની વિવિધ કલમો અંગે જાણકારી આપી હતી.. વ્યસનમુકત જીવન દ્વારા તંદુરસ્ત સમાજ ની રચના કરવામા સહુની સાથે સમાજની પણ સવિશેષ જવાબદારી અંગે વિવિધ દ્રષ્ટાંતો સહિત જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમા વિવિધ સ્પર્ધામા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર ડ. રાજેશ પટેલ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores