>
Thursday, June 12, 2025

રાજુલા તાલુકાની વિકટર ગ્રામ પંચાયતની ચુંટણીમાં યુવા અને શિક્ષિત સરપંચ ઉમેદવાર અજય શિયાળ ઉમેદવારી નોંધાવી. 

રાજુલા તાલુકાની વિકટર ગ્રામ પંચાયતની ચુંટણીમાં યુવા અને શિક્ષિત સરપંચ ઉમેદવાર અજય શિયાળ ઉમેદવારી નોંધાવી.

 

 

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં ૨૨ જુન નાં રોજ ગ્રામ પંચાયતો માટે મતદાન થવાનું છે ત્યારે આ ચુંટણીમાં શિક્ષિત યુવાનો એ પણ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે રાજુલા તાલુકાનાં વિકટર ગામે સૌથી નાની વયનાં શિક્ષિત યુવાન એ પોતાની ઉમેદવારી વિકટર ગ્રામ પંચાયત નાં સરપંચ પદે પેનલ સાથે નોંધાવી છે તેમણે બી.કોમ તથા એલ.એલ.બી. અને એલ.એલ.એમ સુધી નો અભ્યાસ કર્યો છે અને રાજુલા ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ ચુંટણી માં અજય શિયાળ સાથે ની પેનલમાં જીવુબેન હિરાભાઈ સોલા, વૈશાલીબેન દિનેશભાઈ વાજા, શોભાબેન રણછોડભાઈ બાંભણીયા, અનિલભાઈ રાજુભાઈ વાજા,વિજુબેન બચુભાઈ બાંભણીયા, જયંતિભાઈ બચુભાઈ વાળા તથા અશોકભાઈ ચીથરભાઈ સાંખટ એ વોર્ડ નાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે હાલની સાંપ્રત સમયમાં યુવાનો ગ્રામ પંચાયત સંભાળી ગામ નો વિકાસ કરે તે માટે જરૂરી છે. આગળ આવી રાજકારણમાં જોડાવવા માટે અપીલ કરી હતી. જેથી દેશ વિકાસમાં રાજનીતિ થકી તેઓ સહયોગ આપી શકે. વધુમાં અજય શિયાળ એ જણાવ્યું કે શહેરો ની સાથે સાથ ગામડાઓનો વિકાસ થાય તે માટે જાગૃત શિક્ષિત અને સક્રિય યુવાનોએ આગળ આવું જરૂરી છે જેથી વિકટર ગ્રામ પંચાયત નાં સરપંચ પદે ઉમેદવારી નોંધાવી છે.

 

રિપોર્ટર મુકેશ ડાભી અમરેલી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores