>
Sunday, March 15, 2026

ઉના તાલુકાના દેલવાડા ગામ ની જનતા ત્રાહિમામ. ગંદકી ના ગંજ વચ્ચે ભુંડ નો ત્રાસ…઼…

ઉના તાલુકાના દેલવાડા ગામ ની જનતા ત્રાહિમામ. ગંદકી ના ગંજ વચ્ચે ભુંડ નો ત્રાસ…઼…

ઉના તાલુકાનુ દેલવાડા ગામ એટલે મંદિરો નુ ગામ નજીક માં ગૃપ્ત પ્રયાગ તિર્થ ધામ શ્યામ કુંડ તિર્થ ધામ તથા ઝુલતા મિનારા કિલ્લા બંધ ગામ કલાત્મક દરવાજા થી શોભતું ગામ પૌરાણિક ગામ સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે એવુ ગામ પણ ખાટલે મોટી ખોટ છે કે સ્થાનિક પંચાયત માં વહીવટી અણ આવડત ને કારણે આ સુંદર ગામ ગંદકી થી ખદબદે છે ગામ ના જે.પી.ચોક કે જ્યાં થી મેઇન બજાર માં તથા શાકમાર્કેટમાં જવાનો મુખ્ય રસ્તા ઓ છે ગામ ના નાગરિકો આ રોડ પર થી પસાર થઇ મેઈન બજાર અને શાકમાર્કેટમાં જાય છે આ રોડ ઉપર ઉભરાતી ગટરો અને ગટરો મા ગંદકી ફેલાવતા ભુંડ આ ત્રાસ થી આજુબાજુ ના રહિશો કંટાળી ગયા છે હાલ મા કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે દેલવાડા પંચાયત સફાઇ કરવામાં ઉણી ઉતરી છે હજારો રૂપિયા ની માસિક સ્વચ્છતા ગ્રાન્ટ સ્વચ્છ ભારત અભિયાન મિશન હેઠળ પંચાયત ને સરકાર દ્વારા આપવામાં આવે છે તેમજ સફાઇ કામદારો પણ મોટી સંખ્યામાં પંચાયત પાસે ઉપલબ્ધ હોય તેમ છતાં આ વિસ્તારમાં સફાઇ કરવામાં આવતી નથી જેથી દિન પ્રતિદિન ભુંડ નો ત્રાસ વધતો જાય છે અવારનવાર આ ભુંડ લોકો ને તથા બાળકો ને બટકા ભરી જવાના પણ બનાવો બનેલા છે

હવે જનતા ઇચ્છે છે કે આ ગંદકી ના ગંજ અને ભુંડ ના ત્રાસ માંથી છુટકારો કયારે મળશે. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores