હરણાવ જળાશય યોજના નજીકના ગામોને તાકીદ
હરણાવ જળાશય યોજના હરણાવ નદી ઉપર બાંધવામાં આવેલ છે. હરણાવ નદી વિજયનગર તાલુકાના વણધોલ, સરસવ, રાજપુર કંથારીય, ચંદવાસા, કૈલાવા ખોખરા વગેરે ગામો પસાર થાય છે. આગામી ચોમાસા-૨૦૨૫ દરમ્યાન હરણાવ જળાશય યોજના માં આર.એલ.૩૩૨.૦૦ મીટર સુધી પાણી ભરવામાં આવનાર છે. આથી ડુબ વિસ્તારમાં આવતા ઉપરોક્ત ગામો સુધી પાણી ભરાશે તદ્ઉપરાંત ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસમાં આવેલ બંધાણા, અભાપુર,મતાલી,વિરપુર,આતરસુંબા,અંદ્વોખા(આશ્રમ),ખેડાસણ,લાદીવાડા,આંત્રી અને પરોસડા તેમજ ખેડબ્રહ્મા તાલુકાના નાકા,કલોલ,શીલવાડ,સાગર કંપા, વાધાકંપા, તેમજ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં નદીમાં પૂર આવવાની શક્યતા છે.
આથી ઉપરોકત ગામોના ડેમ વિસ્તારની નદીના અને નદી કાંઠાના વિસ્તારમાં અવર-જવર કરવી નહીં તથા પોતાના ઢોર-ઢાંખરેને પ્રવેશવા દેવા નહિ તેમજ નદીના પાણીમાં પ્રવેશવું નહીં. આવા ગેરકાયદેસર પ્રવેશને કારણે અકસ્માત થવાની સંભાવના છે, જેની સંબંધીત વિસ્તારની જનતાએ નોંધ લેવા વિનંતી છે એમ કાર્યપાલક ઇજનેરશ્રી સાબરકાંઠા સિંચાઇ વિભાગ હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવેલ છે.
અહેવાલ ..વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 143741
Views Today : 