મેલેરીયા વિરોધી માસ – જુન માસમાં આરોગ્ય તંત્ર દ્વારા મેલેરીયા વિરોધી અસરકારક કામગીરી
5179 જેટલાં લોહીના નમુના એકત્રિતકરણ કરી માઈક્રોસ્કોપી પરીક્ષણ કરતાં એક પણ મેલેરીયા કેસ જાહેર થયેલ નથી
પોરાનાશક કામગીરી અંગે 701667 મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસવામાં આવ્યા

જિલ્લા વહીવટી તંત્ર , આરોગ્યશાખા અને મેલેરિયા શાખા દ્વારા સાબરકાંઠા જિલ્લામાં જિલ્લાના 49 પાથમિક આરોગ્ય કેન્દ્ર 6 અર્બન હેલ્થ સેન્ટર અને અર્બન મેલેરીયા સ્કીમ સાબરકાંઠા દ્વારા મેલેરીયા વિરોધી વિવિધ કામગીરી થઈ રહી છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધી મેલેરીયા મુકત ગુજરાતનું લક્ષ્ય પાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવેલ છે.
જૂન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવાનો હોઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરીયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ 49 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 6 અર્બન હેલ્થ સેન્ટર અને અર્બન મેલેરીયા સ્કીમ સાબરકાંઠા આરોગ્ય સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામો / શહેરી વિસ્તારના હાઉસ ટુ હાઉસની મુલાકાત લેવામાં આવી હતી. હાલમાં થઈ રહેલ સર્વેલન્સ દરમિયાન તમામ શંકાસ્પદ મેલેરીયા કેસોના કુલ- 5179 લોહીના નમુના એકત્રિતકરણની કરી માઈક્રોસ્કોપી પરીક્ષણ કરતાં એક પણ મેલેરીયા કેસ જાહેર થયેલ નથી. તથા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સારું 103 જેટલા સિરમ સેમ્પલનું પરીક્ષણ કરતા 1 ડેન્ગ્યુ કેસ જાહેર થયેલ હતો.
જિલ્લાનાં ગામ/વિસ્તારોમાં પોરાનાશક કામગીરી અંગે કુલ 701667 મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસેલ જેમાંથી પોરા જોવા મળેલ સ્થાનોમાં ટેમીફોસ દવા દ્વારા તેમજ સોર્સ રિડકશનથી નિકાલ કરવામાં આવ્યો છે તેમજ ખાડા ખાબોચિયામાં ઓઈલ બોલ / ડાયફ્લ્યુબેન્ઝુરોન ૨૫% નો છંટકાવ કરવામાં આવ્યો છે. કુલ -44 બારમાસી પાણીના સ્ત્રોત / સ્થળોમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવી. જિલ્લાના 124 ગામ/વિસ્તારમાં સ્થળ પર (સ્પોટ લેબ)નું આયોજન કરવામાં આવ્યું હતું.
મેલેરિયા શાખા દ્વારા જનજાગૃતિના ભાગરૂપે શિક્ષણ દ્વારા મેલેરીયા-ડેન્ગ્યુ –ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોની સમજણ આપવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સ્થાનો, સ્વ બચાવ માટેના ઉપાયો વિશે જન સમુદાયમાં જાગૃતિ, લોક ભાગીદારી થકી વાહક જન્ય રોગો અટકાવવા તથા ” મેલેરીયા મુકત ગુજરાત ’’ સાર્થક કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 142385
Views Today : 