ઉના તાલુકાના દેલવાડા ગામે વિવિધ વિસ્તારોમાં પંચાયત ની લાઇટો ને વરસાદ નુ ગ્રહણ…. લાઇટો બંધ ખરેખરી બેદરકારી સામે આવી
ઉના તાલુકાના દેલવાડા ગામે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દેલવાડા ગામની અંદર વરસો થી શેરી લાઇટ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ગામ ની અંદર અંધારી રાતે પણ ઝગમગાટ વચ્ચે લોકો ને સારી સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ ખાટલે મોટી ખોડ છે કે સ્થાનિક પંચાયત પાસે વિજળી વિભાગ મા કર્મચારીઓ પણ કામગીરી કરતા હોય તેમ છતાં ગામ ના ભુતનાથ ચોક મા તાલુકા પંચાયત પુરસ્કૃત હાઇ માસ્ટર લાઇટ નો ટાવર બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે કેમકે વરસાદ નુ ગ્રહણ નડતર રૂપ થયુ હોય એમ લાગી રહ્યું છે તેમજ જુની મચ્છી માર્કેટ થી લાખીઆઇ ના ચોક સુધી ની લાઇટો પણ બંધ હાલતમાં ફેરવાઈ ગય છે અમારા પ્રેસ રિપોર્ટર એ આજરોજ રાત્રી દરમિયાન ગામ ની અંદર વિવિધ વિસ્તારોમાં મુલાકાત દરમિયાન આ અંધારપટ જોવા મળેલ જેમાં જે.પી.ચોક મા પણ લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી તો વાણીયા શેરી મા પણ અનેક જગ્યાએ લાઇટો બંધ હાલતમાં જોવા મળેલ છે સ્થાનિક પંચાયત દ્રારા લોકો પાસે થી લાઇટ વેરો ઉઘરાવવા મા આવે છે તેમ છતાં આ બંધ લાઇટો નુ મરામત કરવા મા આવતુ નથી જ્યારે ગોદરા ચોક મા પણ લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી હવે લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ સ્થાનિક પંચાયત દ્રારા લોકો ને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સંપુર્ણ પણે બેદરકારી રાખવામાં આવી રહી છે આગામી દિવસોમાં તહેવારો તથા વ્રત તથા જાગરણ શરું થવા જય રહ્યા છે જો આમજ અંધારપટ છવાયેલો રહ્યો તો ગામ મા કોઈ અજુગતું બનસે તો જવાબદારી કોની
જનતા ઇચ્છે છે કે પંચાયત દ્રારા આ બંધ લાઈટો તાત્કાલિક અસરથી ચાલુ કરવા મા આવે. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના