ઉના તાલુકાના અમોદ્રા ગામે દિપડો ઘર માં ઘુસી ગયો…….
ઉના તાલુકાના અમોદ્રા ગામે સિંહ એ તો રહેઠાણ બનાવ્યું છે પરંતુ આજકાલ દિપડા નો પણ આતંક વધતો જાય છે આજરોજ વહેલી સવારે 5 વાગ્યે જ્યાં બહેન ઝાલાવાડીયા પોતાના ફળિયા હતા ત્યારે ઓચિંતા દિપડો આવી ચડ્યો હતો અને જયા બહેન એ હાકલા પડકારા કરતા દિપડો જ્યાં બહેન ના ઘર ના રસોડામાં ઘુસી ગયો હતો આ દરમિયાન જયા બહેન ના પતિ ને દિપડા એ ઇજા પહોંચાડી હતી આ બાબતે સ્થાનિક વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રસોડા મા પુરાયેલા દિપડા ને ટાન્કીસકલ થી બેભાન કરી રસોડા માંથી બહાર કાઢ્યો હતો અને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લય જવામાં આવેલ આ રીતે અવારનવાર દિપડા ના આતંક થી ગ્રામ જનો મા રોષ ફેલાયો હતો અને જયા બહેન ના પતિ ને દિપડા એ ઇજા પહોંચાડતા સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના