*અહેવાલ પ્રધાનજી ઠાકોર*
*દેતાલ ડુવા અને દેતાલ દરબારી ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચ ની પહેલ “જળ બચાવો જીવન બચાવો”*
લાખણી તાલુકાના દેતાલ ડુવા ગ્રુપ ગ્રામપંચાયત ના યુવા સરપંચ ધુખાજી ઠાકોર તેમજ યુવાન મિત્રો ના પ્રયાસથી જુના પડેલ બોરમા જાતે પાઈપ લાઈન નાખીને એક નવો અભિયાન શરુ કરયો છે જુના પડેલા બોરવેલ માં વરસાદી પાણી જાય તે માટે પાઇપ લાઇન નાખવામાં આવી પાણી ના તળ ઊંડા ન જોય તે માટે આવી રીતે બધા લોકો જુના પડેલા બોરવેલ માં વરસાદી પાણી નાખવામાં આવે તો આવનારી પેઢીઓ જળ સંકટ થી બચી શકે જો દરેક ખેડૂતો પોતાના બંધ પડેલા બોર માં વરસાદી પાણી નાખવાનું ચાલુ કરશે તો ભૂગર્ભ જળ ની સમસ્યા નો અંત આવશે અને ગામ તાલુકો રાજય તેમજ ભારત દેશ બધી રીતે સમૃધ્ધ બનસે અને આપનાર સમય માં પાણી ની સમસ્યા નો અંત આવશે વધુમાં દેતાલ ડુવા અને દેતાલ દરબારી ગ્રુપ ગ્રામપંચાયત ના યુવા સરપંચ ધુખાજી ઠાકોરે જણાવ્યું કે જયા જયા આવા બંધ પડેલા બોરવેલ માં વરસાદી પાણી નાખવા માં આવશે તો પાણી ના તળ ઊંચા આપશે અને પાણી ટકી રહેશે.