ઉના તાલુકાના ઝાંખરવાડા ગામે મોત નો મલાજો ના જળવાયો
ઉના તાલુકાના ઝાંખરવાડા ગામે સ્મસાન તરફ જવા ના રસ્તા ઓ બન્યા કાદવ કીચડ ના સામ્રાજ્ય ઝાંખરવાડા ગામે સ્મસાન મા જવુ હોય તો ડાઘુ ઓને આભ તારા એક થય જાય છે કારણકે રસ્તા પર કાદવ કીચડ ભરાયેલા રહે છે આજે ઝાંખરવાડા ગામે એક મરણ થતાં ડાઘુઓ કાદવ કીચડ ખુદી ને સ્મસાન સુધી પહોચિયા હતા સ્થાનિક પંચાયત દ્રારા ગામ ના રોડ રસ્તા પર ઠેકાણા નથી કરી શકતી પણ સ્મસાન સુધી તો રસ્તો વ્યવસ્થિત બનાવે એવી લોક માંગ ઉઠી છે એમાં પણ ચોમાસા દરમિયાન જો મરણ થાય તો લોકો રસ્તા ને કારણે ડાઘુ ઓ જતા પણ અચકાય છે કારણકે કાદવ કીચડ ખુદી ને જવુ પડે છે એમાં પણ મોટી ઉંમર ના વડિલો સ્મસાન સુધી ચાલી ને પહોંચી શકતા નથી લોક માંગ ઉઠી છે કે સ્થાનિક પંચાયત દ્રારા સ્મસાન નો રસ્તો ચાલવા લાયક બનાવે.
વળી ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ની પંચાયત દ્રારા અહિયાં સી સી રોડ હતો પરંતુ હાલ ની પંચાયત દ્રારા આ રોડ તોડી ગટર બનાવવા મા આવેલ પછી રોડ રિપેરિંગ કરેલ નથી આ કારણોસર આ રોડ ની હાલત દયનીય બની છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ